ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 25, 2025 2:08 પી એમ(PM)

printer

ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલનાં ગોળીબાર અને હવાઇ હૂમલામાં 70 પેલેસ્ટાઇની નાગરિકોનાં મૃત્યુ

ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના ગોળીબાર અને હવાઈ હુમલાઓમાં ઓછામાં ઓછા 70 પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. તેમાંના મોટા ભાગનાં લોકો માનવતાવાદી સહાયની રાહ જોઈ રહ્યા હતા.
સ્થાનિક સ્ત્રોતો અને પ્રત્યક્ષદર્શીઓએ મીડિયાને જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળોએ દક્ષિણ ગાઝા પટ્ટીમાં રફાહની ઉત્તરે શકૌશ વિસ્તારમાં અમેરિકા સમર્થિત સહાય વિતરણ કેન્દ્ર નજીક એકત્ર થયેલા પેલેસ્ટાઇનીઓની મોટી ભીડ પર ગોળીબાર કર્યો હતો.
એક અલગ ઘટનામાં, ઇઝરાયેલી દળોએ વાડી ગાઝાની દક્ષિણે સલાહ અલ-દિન સ્ટ્રીટ પર મદદ માટે ભેગા થયેલા પેલેસ્ટાઇનીઓને નિશાન બનાવતા 19નાં મૃત્યુ થયા છે અને 146ને ઇજા થઈ છે, જેમાંથી 62ની હાલત ગંભીર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.