અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પ્રધાનમંત્રીની જાહેર સભા પહેલા ગાઝાના પીડિત નાગરિકના નામે મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારની એક હોટલમાંથી 23 વર્ષીય અલી મેઘાત અલઝહેર નામના એક સિરિયન નાગરિકની ધરપકડ કરી હતી. અલી પાસેથી અમેરિકન ડોલર અને 25 હજાર રોકડ જપ્ત કરવામાં આવી હતી.શંકાસ્પદ લોકોના શરીર પર ઈજાના નિશાન પણ મળ્યાં હોવાનું ક્રાઇમ બ્રાંચ દ્વારા જણાવાયું હતું. અલી સહિત કુલ છ લોકો દમાસ્કસથી અબુ ધાબી, ત્યાંથી 22 જુલાઈએ કલકત્તા અને ત્યાંથી પહેલી ઓગસ્ટએ અમદાવાદ ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવ્યા હતા. આ સિરિયન ટુકડી અમદાવાદની મસ્જિદોમાંથી સીરિયામાં ભૂખમરીની હાલત બતાવીને ફંડ ઉઘરાવતી હતી.આ બધા શખ્સો માત્ર અરબી ભાષામાં જ વાત કરતા હતા. ક્રાઈમ બ્રાંચે શહેરમાં આવેલી બધી મસ્જિદોમાં તપાસ હાથ ધરી છે. તેના મોબાઇલમાં પેલેસ્ટાઈનની સ્થિતિના વીડિયો પણ મળી આવ્યા હતા.શંકાસ્પદ બે વ્યક્તિઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે શખ્સો હજુ ફરાર છે. ફંડ ઓનલાઇન અને રોકડ સ્વરૂપે લેવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું છે.
Site Admin | ઓગસ્ટ 24, 2025 8:03 એ એમ (AM)
ગાઝામાં લોકોની સહાય માટે નાણા ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કરીને અમદાવાદમાં એકની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી