ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 2, 2025 10:01 એ એમ (AM)

printer

ગાઝામાં કામચલાઉ યુદ્ધવિરામના પ્રસ્તાવ પર ઇઝરાયલ સંમત થયું છે.

રમઝાન દરમિયાન ગાઝામાં કામચલાઉ યુદ્ધવિરામના પ્રસ્તાવ પર ઇઝરાયલ સંમત થયું છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે આજે સવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફના યુદ્ધવિરામ લંબાવવાના પ્રસ્તાવને અમલમાં મૂકવા સંમત થયા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે યુદ્ધવિરામનો પહેલો તબક્કો પૂરો થયો છે. નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું છે કે જો હમાસ સંમત થાય તો ઇઝરાયલ વિટકોફની યોજના પર તાત્કાલિક વાટાઘાટો શરૂ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગાઝામાં બંધકોમાંથી અડધાથી વધુને કામચલાઉ યુદ્ધવિરામના પહેલા દિવસે મુક્ત કરવામાં આવશે. બાકીના બંધકોને કાયમી યુદ્ધવિરામ પર સંમતિ થયા પછી મુક્ત કરવામાં આવશે.ગઈકાલે, હમાસે ગાઝામાં યુદ્ધવિરામના પ્રથમ તબક્કાને લંબાવવાના ઇઝરાયલના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. યુદ્ધવિરામનો પહેલો તબક્કો 19 જાન્યુઆરીએ શરૂ થયો હતો અને તે હેઠળ 33 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. બદલામાં, ઇઝરાયલે લગભગ બે હજાર પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ