ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં ગઈકાલે ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા છે, જે આ અઠવાડિયામાં સૌથી ભારે હુમલા પૈકીનો એક હુમલો છે. દરમિયાન ઈઝરાયેલી અધિકારી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના નવા યુદ્ધવિરામ અભિયાન માટે વૉશિંગ્ટન આવશે.એક ઈઝરાયેલી અધિકારીએ જણાવ્યું, શ્રી ટ્રમ્પના “ગાઝામાં સમજૂતી કરો, બંધકોને પરત લાવો”ના આહ્વાનના એક દિવસ બાદ ઈઝરાયેલના વ્યૂહાત્મક મામલાના મંત્રી અને પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના વિશ્વાસુ રૉન ડર્મર ઈરાન અને ગાઝા પર વાટાઘાટો માટે વૉશિંગ્ટન જઈ રહ્યા હતા. વૉશિંગ્ટનના સૂત્રોએ જણાવ્યું, ડર્મર આજે ટ્રમ્પ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મુલાકાત શરૂ કરે તેવી અપેક્ષા છે.
Site Admin | જુલાઇ 1, 2025 7:44 એ એમ (AM)
ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 60 લોકોના મોત