ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 29, 2025 9:21 એ એમ (AM)

printer

ગાઝામાં ઇઝરાયલના હુમલામાં 36 પેલેસ્ટિનિયનના મોત

ગાઝામાં ઇઝરાયલના હુમલામાં 36 પેલેસ્ટિનિયનના મોત થયા છે. યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલાઓ ગઇકાલે પણ યથાવત રહ્યા. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં એક ગર્ભવતી મહિલા અને તેના નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ગાઝામાં ભૂખમરો અને માનવતાવાદી કટોકટી સતત વધી રહી છે.આંતરરાષ્ટ્રીય દબાણમાં વધારો થયા બાદ ઇઝરાયલે કેટલાક માનવતાવાદી રાહત પગલાંની જાહેરાત કરી છે. રવિવારે, ઇઝરાયલી લશ્કરી વહીવટીતંત્રે જાહેરાત કરી હતી કે રાહત સામગ્રીનું વિતરણ અને સલામત માર્ગો સુનિશ્ચિત કરવા માટે ગાઝા શહેર, દેઇર અલ-બલાહ અને મુવાસી વિસ્તારોમાં દરરોજ સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી લશ્કરી કાર્યવાહી બંધ કરવામાં આવશે.જોકે, સોમવારે હવાઈ હુમલાઓ જાહેર કરાયેલા કામચલાઉ યુદ્ધવિરામની સમયમર્યાદાની બહાર હતા, અને ઇઝરાયલી સેનાએ આ હુમલાઓ પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી.