ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ગાંધી આશ્રમના ડીરેક્ટર અને સંચાલક અમૃતભાઈ મોદીનું આજે નિધન થયું છે

ગાંધી આશ્રમના ડીરેક્ટર અને સંચાલક અમૃતભાઈ મોદીનું આજે નિધન થયું છે.આજે વહેલી સવારે અમદાવાદમાં ચાંદખેડા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અમૃત મોદીના પાર્થિવ દેહને ગાંધી આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ઉપસ્થિત ગાંધીવાદીઓએ અને લોકોએ તેમના અંતિમ દર્શન કરીન તેમને શ્રધ્ધાંજલી અર્પી હતી..તેમના પરિવારમાં એમનાં મોટા દીકરા હસમુખભાઈ છે. તેમની અંતિમ ક્રિયા વાડજ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવી હતી..
અમૃતભાઇ મોદીએ ગાંધીઆશ્રમનું દશકાઓ સુધી સફળ સંચાલન કર્યુ હતુ. જ્યારે પણ કોઇ વિદેશી મહેમાન ગાંધીઆશ્રમની મુલાકાતે આવતા ત્યારે અમૃતભાઇ મોદી ગાંધી આશ્રમની મુલાકાત કરાવીને તેની રજેરજની માહિતી આપતા હતા…