વ્યક્તિની ઓળખ અને ગુન્હા શોધવાની કામગીરી માટે ફોરેન્સિક સાયન્સ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું હોવાનું ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર જે એમ વ્યાસે કહ્યું હતું. ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય ભારતીય ફોરેન્સિક ઓડોન્ટોલોજી કોન્ફરન્સનો પ્રારંભ પ્રસંગે તેમણે આ મુજબ જણાવ્યુ હતું.
આ 22મી રાષ્ટ્રીય અને દ્વિતીય આંતરરાષ્ટ્રીય ભારતીય ફોરેન્સિક ઓડોન્ટોલોજી કોન્ફરન્સ ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સહા ઉપસ્થિત રહ્યાં હતાં. તમણે પણ ફોરેન્સિક સાયન્સને મહત્વપૂર્ણ લેખાવ્યું હતું.
આ બે દિવસીય કોન્ફરન્સમાં દેશ-વિદેશથી 300 જેટલા સહભાગીઓ ભાગ લઇ રહ્યાં છે. તેમજ વિષયવસ્તુને અનુરૂપ વિવિધ સત્ર યોજાશે, તેમજ વિષયવાર છણાવટ સાથે ચર્ચા કરવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 8:18 પી એમ(PM)
ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય ભારતીય ફોરેન્સિક ઓડોન્ટોલોજી કોન્ફરન્સનો પ્રારંભ
