વખતો વખત પૂરનો ભોગ બનેલા સુરતને ધ્યાનમાં રાખીને દક્ષિણના દેશોને આવરી લઇને આઇઆઇટી ગાંધીનગરના સિવિલ ઇજનરી વિભાગના એસોસિએટ પ્રોફેસરોના વડપણ હેઠળ પૂરને લગતા વિવિધ પાસાઓનો અભ્યાસ કરાયો છે..
આ અભ્યાસમાં સુરતના ૨૮૪ વિસ્તારમાં પૂરનું વિશ્લેષણ દરમિયાન 134 વિસ્તારોમાં પૂરનું જોખમ ઓછું થયાનું તારણ મળ્યું છે, જ્યારે 119 વિસ્તારોમાં પાણીની ઊંડાઈ વધુ જોવા મળી. સુરક્ષિત વિસ્તારોમાં પૂરની ઊંડાઈમાં મહત્તમ 10.13 મીટરનો ઘટાડો નોંધાયો, તો બીજી તરફ સુરક્ષિત ન હોય તેવા વિસ્તારોમાં 2.38 મીટર જેટલો વધારો થયો.
Site Admin | ઓગસ્ટ 16, 2025 7:09 પી એમ(PM)
ગાંધીનગર સ્થિત આઇઆઇટી દ્વારા કરાયેલા સંશોધનમાં સુરતમાં કેટલાક સ્થળોએ પૂરનું જોખમ ઘટ્યું હોવાનું તારણ