ઓગસ્ટ 6, 2024 7:20 પી એમ(PM) | વેધર વોચ ગૃપ

printer

ગાંધીનગર, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

ગાંધીનગર, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. જેમાં અધિક કલેક્ટર કલ્પના ગઢવીએ રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજથી ૧૨ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, આ અંગે અધિક કલેકટરે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે સાવચેત રહેવા જણાવ્યું હતું.
હાલમાં પરિસ્થિતિને ધ્યાને રાખી વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય તથા બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત કાર્યરત થાય તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા તથા સરદાર સરોવર ડેમ અને નદીઓના લેવલ અંગે લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.