જાન્યુઆરી 5, 2026 7:10 પી એમ(PM)

printer

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 108 દર્દીનો રિપોર્ટ કરાતાં 50 દર્દી ટાઈફોઈડગ્રસ્ત – તપાસ માટે મહાનગરપાલિકાએ ટુકડી બનાવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ અંગે કહ્યું, આ માટેની તપાસ કરવા મહાનગરપાલિકાએ સંપૂર્ણ ટુકડી બનાવી છે. રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી સંઘવીએ આ વાત કહી હતી.
દરમિયાન ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં હાલ 152 જેટલા દર્દી દાખલ છે. તેમાંથી 108 જેટલા શંકાસ્પદ દર્દીનો ટાઈફોઈડ માટેનો રિપોર્ટ કરાતા 50 દર્દી ટાઈફોઈડ-ગ્રસ્ત હોવાનું જણાયું છે. જ્યારે ગત બે દિવસમાં બે બાળકના મોત થયા હોવાનું સિવિલ હૉસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉક્ટર મીતા પરીખે જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.