ઓક્ટોબર 6, 2025 4:37 પી એમ(PM)

printer

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં કાન, નાક, ગળા – ENT વિભાગ દ્વારા ગત 10 દિવસમાં બે સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં કાન, નાક, ગળા – ENT વિભાગ દ્વારા ગત 10 દિવસમાં બે સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી. શસ્ત્રક્રિયા કરનારા ENT વિભાગના વડા ડૉક્ટર યોગેશ ગજ્જરે કહ્યું, બે અને પોણા ચાર વર્ષની વયના બાળકોની અન્નનળીમાં સિક્કો ફસાતા તેમને ઉલટી અને ગળામાં દુખાવો થતો હતો. સફળ શસ્ત્રક્રિયા બાદ બંનેના ગળામાંથી આ સિક્કા બહાર કઢાયા છે. તેમણે નાના બાળકોને નાની વસ્તુઓ રમવા ન આપવા પણ સલાહ આપી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.