જુલાઇ 29, 2025 9:42 એ એમ (AM)

printer

ગાંધીનગર સાયબર ગુના શાખાએ સૌથી મોટી ડિજીટલ ધરપકડનો ભેદ ઉકેલ્યો

ગાંધીનગર સાયબર ગુના શાખાએ સૌથી મોટી ડિજીટલ ધરપકડનો ભેદ ઉકેલ્યો છે. ગાંધીનગરની મહિલા તબીબને એક ટુકડી દ્વારા ત્રણ મહિના સુધી ડિજિટલ ધરપકડમાં રાખવામાં આવી હતી.જેમાં તેની સામે FEMA અને PMLA કાયદા હેઠળ કેસ નોંધવાની ધમકી આપી આ ટુકડીએ વિવિધ રીતે તેણીના ખાતામાંથી 19 કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડી લીધી હતી.આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે સાયબર ગુના શાખાના અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ વધુ માહિતી આપી હતી.