ગાંધીનગર મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં શહેરનાં 11 મુદ્દાઓને સર્વસંમતિથી મંજૂર કરાયા છે.ગાંધીનગરમાં હવે ગેરકાયદે હોર્ડિગ્સને દૂર કરાશે તેમજ અનધિકૃત રીતે હોર્ડિંગ લગાવનારા સામે કડક હાથે કામગીરી કરવા માટે નીતિ ઘડાશે.મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિવિધ અગિયાર જેટલા મુદ્દાઓને સર્વ સંમતિથી મંજૂર કરાયા હતા. જેમાં મહાનગરપાલિકાના 266 રોજમદાર
કર્મચારીઓને ઇસીએસનો લાભ, પેથાપુરમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળા બનાવવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે તેમ ગાંધીનગરના મેયર મીરાં પટેલે જણાવ્યું હતું.
Site Admin | નવેમ્બર 21, 2024 7:47 પી એમ(PM)
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં શહેરનાં 11 મુદ્દાઓને સર્વસંમતિથી મંજૂર કરાયા છે
