ગાંધીનગર મનપા કચેરી ખાતે મેયર મીરાં પટેલની અધ્યક્ષતામાં ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ

ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર મીરાં પટેલની અધ્યક્ષતામાં ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહાનગરપાલિકાની તમામ શાખાઓ દ્વારા ચોમાસા પૂર્વેની તૈયારી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ગૌરાંગ વ્યાસે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.