જુલાઇ 5, 2025 7:18 પી એમ(PM)

printer

ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે “ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો નીતિ-GCC 2025-30ને પ્રોત્સાહન આપવા ગોળમેજી ચર્ચા થઈ

ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે “ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો નીતિ-GCC 2025-30ને પ્રોત્સાહન આપવા ગોળમેજી ચર્ચા યોજાઈ. આ ચર્ચામાં વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું ગુજરાતની નીતિઓ ભારતના સેવા ક્ષેત્રના રાષ્ટ્રીય વિઝન સાથે સુસંગત છે. તેમણે કહ્યું હતું કે, ફક્ત છેલ્લા એક વર્ષમાં જ રાજ્ય સરકારે નવીનતા, રોકાણ અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપતી નવી પાંચ નીતિઓ અમલમાં મૂકી છે.
HSBCના સીઈઓ અને ગિફ્ટસિટી બ્રાન્ચના વડા આશિષ ત્રિપાઠીએ ગુજરાતમાં નવીનતા અને રોકાણ માટે HSBCની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.