જાન્યુઆરી 8, 2026 3:15 પી એમ(PM)

printer

ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં “સ્વનિધિ વર્કશોપ અને પુરસ્કાર સમારોહ યોજાયો.

ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં “સ્વનિધિ વર્કશોપ અને પુરસ્કાર સમારોહ યોજાયો. સમારોહમાં “પીએમ સ્વનિધિ યોજના”ના લાભાર્થીઓને લોન સહાય અને ક્રેડિટ કાર્ડના મંજૂરી પત્રો એનાયત કરાયા. દરમિયાન શ્રી દેસાઇના હસ્તે સ્વદેશી વસ્તુઓના પ્રોત્સાહન માટે “સર્જનથી સમૃદ્ધિ સુધી–આત્મનિર્ભર સખી” લોગો લોન્ચ કરાયો. ઉપરાંત ગુજરાત શહેરી આજીવિકા મિશનની નવી વેબસાઈટનો પણ શુભારંભ કરાયો.કાર્યક્રમમાં પીએમ સ્વનિધિ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે મહાનગરપાલિકા-નગરપાલિકાઓને પુરસ્કાર પણ એનાયત કરાયા.જેમાં મેગા સિટી શ્રેણીમાં અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રથમ અને સુરત મહાનગરપાલિકાએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.જ્યારે, મેજર સિટી શ્રેણીમાં ભાવનગર મહાનગરપાલિકાએ પ્રથમ, જામનગર મહાનગરપાલિકાએ બીજો અને જૂનાગઢ મહાનગરપાલિકાએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો.ઉપરાંત નગરપાલિકામાં હિંમતનગર નગરપાલિકાએ પ્રથમ, મહુવાએ બીજો અને પેટલાદે ત્રીજો ક્રમ હાંસલ કર્યો.