ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 3:29 પી એમ(PM)

printer

ગાંધીનગર ખાતે બાળ સાહિત્ય વિષય પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ અનુભવ આધારિત શિક્ષણને મહત્વનું ગણાવ્યું છે. ગાંધીનગર ખાતે બાળ સાહિત્ય વિષય પર એક દિવસીય ‘આંતરરાષ્ટ્રીય પરિસંવાદ’ની અધ્યક્ષતા કરતાં શ્રી પાનશેરીયાએ આમ જણાવ્યું હતું.
આ પરિસંવાદમાં ઈંગ્લેન્ડ, અમેરિકા, નેપાળ, પોલેન્ડ જેવા દેશની યુનિવર્સિટીના પ્રોફેસરોએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને પોતાના દેશની સંસ્કૃતિ અને બાળ સાહિત્ય શિક્ષણ અંગે ચર્ચા કરાઇ હતી.
આ પ્રસંગે શ્રી પાનશેરીયાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલમાં સહાયક 11 બાળકેન્દ્રી પુસ્તકો, શિશુ સંગોપન તેમજ પ્લે-પ્રેક્ટિસ- પરસ્યુ પુસ્તકોનું વિમોચન કર્યું હતું. આ પરિસંવાદ કાર્યક્રમમાં 150 થી વધારે સંશોધકોએ ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.