જાન્યુઆરી 2, 2026 7:38 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં ST નિગમના ત્રણ હજાર 84 ચાલક અને એક હજાર 658 જેટલા મદદનીશ કક્ષાના ઉમેદવારને નિમણૂકપત્ર એનાયત

ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ત્રણ હજાર 84 ચાલક અને એક હજાર 658 જેટલા મદદનીશ કક્ષાના ઉમેદવારને નિમણૂકપત્ર અપાયા. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા નિમણૂકપત્ર એનાયત સમારોહમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ કર્મચારીઓને મુશ્કેલીઓનો શાંત મગજથી સામનો કરી પોતાની જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો. સાથે જ તેમણે વ્યવસ્થાનો યોગ્ય ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી દિવસોમાં દરરોજ 30 લાખ યાત્રિઓ સુધી પહોંચવાનો એસ.ટી. નિગમનો સંકલ્પ સાકાર થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.