ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 22, 2025 7:25 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં 24થી 28 માર્ચ દરમિયાન 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 યોજાશે.

ગાંધીનગરમાં 24થી 28 માર્ચ દરમિયાન 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 યોજાશે. કેન્દ્રીય અનામત પોલીસ દળ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 27 રાજ્યોના 572 રમતવીરો સહભાગી થશે.
ગુજરાતના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની ઉપસ્થિતિમાં સ્પર્ધાનું ઉદઘાટન થશે અને 28મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમાપન થશે.
સ્પર્ધામાં વિવિધ એક્વેટીક્સ અને ક્રોસ કન્ટ્રી સહિતની ચાર સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત ૨૬મી માર્ચના રોજ ચિલોડા રોડ, ગાંધીનગર ખાતે સ્થિત CRPF ગ્રુપ સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.