ગાંધીનગરમાં યોજાયેલા બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ- એક્ઝિબિશન-2025”નું ગઇકાલે સમાપન થયું. દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં 84 સમજૂતી કરાર MOU અને નવા ઉદ્યમીઓને 232 કરોડ રૂપિયાનું રોકાણ પ્રાપ્ત થયું.આ અંગે માહિતી આપતા રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, નવીનતાના નવા વિચાર દ્વારા આજનો યુવાન બીજાને રોજગારી આપવા સક્ષમ છે. યુવાનોના ઈનોવેટીવ વિચારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આગામી સમયમાં રાજ્યમાં વિસ્તાર મુજબ નવીનતા કેન્દ્ર-i-Hub બનાવાશે.આ કોન્કલેવમાં, કુલ 18 હજારથી વધુ ઉદ્યમીઓ-વિદ્યાર્થીઓ સહભાગી થયા.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 9:13 એ એમ (AM)
ગાંધીનગરમાં “સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025”નું સમાપન- 84 સમજૂતી કરાર સાથે નવા ઉદ્યમીઓને 232 કરોડ રૂપિયાનું રોકાણ પ્રાપ્ત