ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 12, 2025 6:28 પી એમ(PM) | વિધાનસભા

printer

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના પ્રાંગણમાં રંગ-ઉમંગની છોળો અને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે હોળી ઉત્સવ ઉજવાયો

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના પ્રાંગણમાં રંગ-ઉમંગની છોળો અને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે હોળી ઉત્સવ ઉજવાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત ગુજરાત વિધાનસભાના સભ્યોએ રંગ અને ઉમંગના પર્વ હોળીની રંગારંગ ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી કલાકારોએ પરંપરાગત ઘેરૈયા નૃત્યોના તાલે લોકોને ઝૂમાવ્યા હતા.
હોળી ગીતોની સંગીતમય પ્રસ્તુતિ તથા આદિવાસીઓનાં હોળી નૃત્યોના રંગસભર માહોલ વચ્ચે સૌએ એકબીજાને રંગો ઉડાડી રંગભીના કર્યાં હતા અને આ રંગપર્વનો મન મૂકીને આનંદ માણ્યો હતો.