ગાંધીનગરમાં ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત—શાસનની આવશ્યકતા’ વિષય પર ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું ત્રીજું સત્ર યોજાયું. સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ અંતર્ગત ધી સેક્રેટરીઍટના સહકારથી સરદાર પટેલ જાહેર વહીવટ સંસ્થા – સ્પીપા પરિસરમાં આ સત્ર યોજાયું. તેમાં વિકસિત ભારત 2047 હેઠળ અનેક મહત્વના મુદ્દાઓને ચર્ચા કરવામાં આવી.
આ પ્રસંગે મુખ્યવક્તા અને નીતિ આયોગના સભ્ય રાજીવ ગૌબાએ કહ્યું, ગુજરાત અન્ય ક્ષેત્રની જેમ શાસન અને સુધારામાં પણ સમગ્ર દેશમાં અગ્રેસર છે. કેન્દ્ર સરકારની પ્રેરણાથી લાંબાગાળાની વ્યૂહાત્મક વિચારસરણી માટે નીતિ આયોગ જેવી જ સંસ્થાઓ સ્થાપવામાં વિવિધ રાજ્યને પ્રોત્સાહિત કરાય છે. તેમાં ગુજરાતે પ્રથમ સ્થાને રહીને ગુજરાત રાજ્ય પરિવર્તન માટેની સંસ્થા – ગ્રીટ સ્થાપના કરી છે. ભારત સરકારના નવિનતમ ઉદ્યોગ પરિવર્તન કાર્ય આયોજન ક્રમાંકમાં ગુજરાત એકમાત્ર રાજ્ય હતું, જે ફાસ્ટ મૂવિંગ શ્રેણીમાં સ્થાન પામ્યું હતું.
Site Admin | નવેમ્બર 4, 2025 2:47 પી એમ(PM)
ગાંધીનગરમાં ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત—શાસનની આવશ્યકતા’ વિષય પર ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું ત્રીજું સત્ર યોજાયું