ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન પહેલ હેઠળ બે અઠવાડિયાનો વિશેષ તાલીમ કાર્યક્રમ શરૂ થયો છે. આ કાર્યક્રમે નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય જોડાણ મેળવ્યું છે અને વિવિધ સરહદો પર મજબૂત સહયોગને પ્રોત્સાહન આપ્યું છે.
માલદીવ્સ, માલાવી, ફીજી, એસ્વાટિની, દક્ષિણ આફ્રિકા, લેસોથો, વેનેઝુએલા, ઘાના અને તાંઝાનિયા સહિત વિવિધ રાષ્ટ્રોના સહભાગીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. વ્યાપક તાલીમ અભ્યાસક્રમ આધુનિક ફોજદારી ન્યાય પ્રણાલીઓ માટે જરૂરી વિવિધ મહત્વપૂર્ણ વિષયોને આવરી લે છે. જેમાં સિવિલ અને ફોજદારી ટ્રાયલ્સમાં ફોરેન્સિક પુરાવા,ન્યાયિક વર્તણૂક,માનવ તસ્કરી,આંતરરાષ્ટ્રીય સહકાર અને પરસ્પર સહાય જેવા વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. આ પહેલનો હેતુ વિશ્વભરમાં ફોજદારી ન્યાય પ્રણાલીને મજબૂત બનાવવા અને વધુ સુરક્ષિત અને સમાન વૈશ્વિક સમાજને પ્રોત્સાહન આપવાનો છે.
Site Admin | ઓગસ્ટ 21, 2025 3:18 પી એમ(PM)
ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન પહેલ હેઠળ બે અઠવાડિયાનો વિશેષ તાલીમ કાર્યક્રમ શરૂ