ડિસેમ્બર 4, 2025 9:26 એ એમ (AM)

printer

ગાંધીનગરમાં યોજાયેલી 27 યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠકમાં ગણવત્તા લક્ષી કામગીરી કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને તાકિદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં 11 હજાર 360 કરોડના કુલ 27 પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત રેલવે સંબંધિત 4 યોજનાઓ, ઉદ્યોગ અને ખાણ વિભાગને સ્પર્શતા 6 અને શહેરી વિકાસ વિભાગના 15 યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન અને સમીક્ષા થઈ હતી. પ્રોજેક્ટસની આ ચોથી સમીક્ષા બેઠકમાં અત્યાર સુધી વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.. ચાલી રહેલા આ તમામ પ્રોજેક્ટ્સ તેની નિર્ધારિત સમય મર્યાદામાં પૂરા થાય તથા ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન થાય તે સુનિશ્ચિત કરવાની સ્પષ્ટ સૂચનાઓ બેઠકમાં આપી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.