પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ટૂંક સમયમાં તમિળનાડુના કોઈમ્બતુરથી પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 21-મો હપ્તો જાહેર કરશે. 18 હજાર કરોડ રૂપિયાથી વધુના આ હપ્તાથી નવ કરોડ ખેડૂતોને મદદ મળશે. આ સાથે જ રાજ્યના 49 લાખથી વધુ ખેડૂતોને પણ આ હપ્તો ચૂકવાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ યોજાયો. દરમિયાન શ્રી પટેલના હસ્તે 980 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કરાયું.
આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું, આબોહવા પરિવર્તન એ ખેડૂતો માટે મોટો પડકાર છે. જ્યારે પણ ખેડૂતો પર કુદરતી આફત આવી ત્યારે કેન્દ્ર સરકાર હંમેશા ખેડૂતો સાથે રહી છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવા એ સમયની માગ હોવા પર પણ ભાર આપ્યો. શ્રી પટેલે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અપનાવવા પણ સૌને અનુરોધ કર્યો.
Site Admin | નવેમ્બર 19, 2025 3:57 પી એમ(PM)
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો.