જુલાઇ 18, 2025 3:23 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની દેખરેખ હેઠળ રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે.

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની દેખરેખ હેઠળ રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગાંધીનગર તાલુકાના પોર ગામને જોડતા રસ્તા પર પણ ખાડાઓ પૂરવામાં આવ્યા. જિલ્લાના વિવિધ સ્થળોએ ડામર અને કપચીના મિશ્રણનો ઉપયોગ કરી માર્ગ પર પડેલા ખાડાઓને સમથળ કરવામાં આવી રહ્યા છે.
ડાંગ જિલ્લામાં પણ મુખ્ય અને આંતરિક માર્ગો તથા બ્રિજનું નિરીક્ષણ અને સમારકામ હાથ ધરાયું છે. તાજેતરમાં જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર અને તેમની ટુકડી દ્વારા આહવા-વઘઈ રોડ પરના દાવ-દહાડ ગામને જોડતા ખાપરી નદી પરના બ્રિજનું નિરીક્ષણ કરાયું.