રાજ્ય સહિત દેશભરમાં આજે ગીતા જયંતીની ઉજવણી થઈ રહી છે.
આ દિવસ એ ક્ષણને યાદ અપાવે છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પાંચ હજાર વર્ષથી પણ પહેલા કુરુક્ષેત્રના રણમાં અર્જુનને ભગવદ્ ગીતાનો શાશ્વત ઉપદેશ આપ્યો હતો.
ભગવદ્ ગીતાના ઉપદેશ જીવન, ફરજ અને અસ્તિત્વના સ્વભાવ અંગે સૌથી મુળભૂત પ્રશ્નોનો જવાબ પણ આપે છે.
જામનગરમાં નગરગૃહમાં યોજાયેલા કાર્યક્રમમાં નવતન-પુરીધામ ખીજડા મંદિરના મહંત સહિત અનેક આગેવાનોએ ગીતા જયંતિ ઉજવી.
છોટાઉદેપુરમાં બોડેલો ખાતે અને સુરેન્દ્રનગરમાં પણ ગીતા મહોત્સવ ઉજવાયો.
ગીરસોમનાથ જિલ્લામાં ગીતા મંદિર ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના ગ્રંથનું વિધિવત્ પૂજન-અર્ચન કરાયું.
સાબરકાંઠામાં ઇડર નગરપાલિકા નગરગૃહ ખાતે ગીતા જયંતી નિમિત્તે ધારાસભ્ય રમણલાલ વોરા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરનો ‘ગીતા મહોત્સવ’ ઉજવાયો.
ડાંગની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે અને કચ્છના ભુજમાં શ્રી સ્વામીનારાયણ કન્યા વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓ માટે શ્લોક પઠન સ્પર્ધા યોજાઈ.
Site Admin | ડિસેમ્બર 1, 2025 7:45 પી એમ(PM)
ગાંધીનગરમાં પાલતું શ્વાનના માલિકે શ્વાનની ફરજિયાત નોંધણી કરાવવી પડશે.