ગાંધીનગરમાં ત્રણ સ્થળે આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા. ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપક સંજય ગજેરાના ઘર અને કાર્યાલય ખાતે વહેલી સવારે અધિકારીઓએ શોધ અભિયાન હાથ ધર્યું. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, પ્રાદેશિક પક્ષોમાં 957 કરોડની આવક ધરાવતા રાજકીય પક્ષને કોણ ભંડોળ આપે છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 12, 2025 3:53 પી એમ(PM)
ગાંધીનગરમાં ત્રણ સ્થળે આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા