જાન્યુઆરી 7, 2026 9:37 એ એમ (AM)

printer

ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાને ડામવા માટે આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેકટર-24,26 અને 28, આદિવાડા વિસ્તારમાં શંકાસ્પદ ટાઇફોઇડના કેસ મળતા સેકટર-24 તથા સેકટર-29ના અર્બન હેલ્થ સેન્ટરની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.સર્વેલન્સની ટીમમાં ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તથા આશાબહેનોની કુલ 85 ટીમ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહેલ છે. આ સર્વેની કામગીરી દરમિયાન 11 નવા કેસ મળેલ છે, તેમજ 14 દર્દીઓને રજા આપવામાં આવેલ છે.અત્યાર સુધીમાં કુલ 144 કેસો મળી આવેલ છે. જેમાંથી 59 દર્દીઓ ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. 85 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.