ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના વધતા કેસોને નિયંત્રણમાં લેવા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ બીજા દિવસે પણ યથાવત્ રહી હતી. એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્યપદાર્થોનું ખુલ્લામાં વેચાણ કરતા એકમો સામે કાર્યવાહી કરીને તંત્ર દ્વારા કુલ 44 જેટલી લારીઓ અને ખાણીપીણીના સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા છે.
જેમાં 18 પાણીપુરી અને રગડાની લારીઓ, 13 સોડા વેચતા એકમો, 7 પ્રેમ મેવાડ ફ્રુટ સલાડ તથા બદામ શેકના સ્ટોલ અને 6 બરફના ગોળાની લારીઓનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ બિનઆરોગ્યપ્રદ રીતે વેચાણ થતું હોવાથી અથવા રોગચાળો ફેલાવાની ભીતિ હોવાથી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરાવવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 6, 2026 9:22 એ એમ (AM)
ગાંધીનગરમાં ટાઇફોઇડને કાબૂમાં લેવા તંત્ર દ્વારા 44 જેટલી ખાણીપીણીની લારીઓ બંધ કરવાની કડક કાર્યવાહી કરાઇ