જાન્યુઆરી 4, 2026 7:24 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં ટાઇફોઇડની સ્થિતિ અંગે યુદ્ધના ધોરણે કામગીરી કરવા કેન્દ્રીય મંત્રી અમિત શાહના તંત્રને આદેશ.

ગાંધીનગરમાં પાણીજન્ય ટાઇફોઇડની સ્થિતિ અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે યુદ્ધના ધોરણે કામગીરી કરવા તંત્રને આદેશ આપ્યા છે. તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ આપ્યા છે. શ્રી શાહે દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા અને હોસ્પિટલમાં સગાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે. આ ઉપરાંત તેઓએ લીકેજના તાત્કાલિક સમારકામ અને સ્થિતિનો ફેલાવો અટકાવવા આસપાસના વિસ્તારોમાં પાઇપલાઇનની સઘન ચકાસણીના પણ આદેશ આપ્યા છે.
આ શંકાસ્પદ ટાઈફોઇડના કુલ 113 કેસો મળી હોવાનું સિવિલના તબીબી અધિક્ષક મિતા પરીખે જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.