ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેકટર-24,26,28 અને આદિવાડા વિસ્તારમાં શંકાસ્પદ ટાઇફોઇડના કેસ મળતા સેકટર-24 તથા સેકટર-29ના અર્બન હેલ્થ સેન્ટરની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે.સર્વેલન્સની ટીમમાં ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તથા આશાબહેનોની કુલ 85 ટીમ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહેલ છે. આ તપાસ દરમિયાન ગઇકાલે 3 નવા કેસ મળેલ છે. અને 18 દર્દીને રજા આપવામાં આવેલ છે. ૨૬ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.સર્વેલન્સની 85 ટીમો દ્વારા અત્યાર સુધીમાં કુલ એક લાખ 4 હજાર 864 થી વધુ ઘરોમાં તથા ચાર લાખ 44 હજાર 748ની વસ્તીમાં કામગીરી કરવામાં આવેલ છે. જેમાં 95 હજાર 521 કલોરીનની ટેબલેટ, 66 હજાર 904 ઓઆરએસના પેકેટ તથા 55 હજાર પત્રિકાઓની વહેંચણી કરવામાં આવેલ છે. પાણીનુ સુપર કલોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
Site Admin | જાન્યુઆરી 15, 2026 9:39 એ એમ (AM)
ગાંધીનગરમાં ટાઇફોઇડના નવા ત્રણ કેસ મળ્યાં, સર્વેલન્સની કામગીરી