ગાંધીનગર શહેરમાં દૂષિત પીવાના પાણીના સેવનને કારણે ટાઇફોઇડના કેસોમાં થયેલા નોંધપાત્ર વધારા અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ-NHRC એ સ્વ-સંજ્ઞાન લીધું છે. આયોગે રાજ્ય સરકારના મુખ્ય સચિવને નોટિસ પાઠવી છે, જેમાં બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે.
NHRCના જણાવ્યા અનુસાર, ટાઇફોઇડના દર્દીઓમાં વધારાથી ગાંધીનગર શહેરમાં નવી બનાવેલી પાણી પુરવઠા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ છતી થઈ છે. પાણીની પાઇપલાઇનમાં સાત લીકેજ સામે આવ્યા, જેના કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું હતું.
Site Admin | જાન્યુઆરી 8, 2026 7:16 પી એમ(PM)
ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે સ્વ-સંજ્ઞાન લીધું