ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 7, 2024 7:38 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં ઝીકા વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયાના અહેવાલ છે

ગાંધીનગરમાં ઝીકા વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયાના અહેવાલ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, દિવાળી પહેલા સેક્ટર 5માં રહેતા વરિષ્ઠ નાગરિક ઝીકા વાઈરસમાં સપડાયા હતા. તેમનો રિપોર્ટ પુણે મોકલાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાયું છે. હાલમાં દર્દીની તબિયત સારી હોવાથી તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ અંગે પબ્લિક હેલ્થના અધિક નિદેશક ડૉ. નિલમ પટેલે જણાવ્યું કે, આરોગ્ય વિભાગે મચ્છરના નાશની કામગીરી હાથ ધરી હતી. 68 સગર્ભ મહિલાઓની ચકાસણી કરાતાં એકેય મહિલામાં ઝીકા વાઈરસના લક્ષણ દેખાયા નથી. તેમજ 474 ઘરની આસપાસ ફૉગિંગ કરાયું હતું. જોકે, રાજ્યમાં અત્યાર સુધી ઝીકા વાઈરસના માત્ર 5 કેસ નોંધાયા છે.