ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પર આજથી બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર આ સંમેલનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહેશે.આ બે દિવસીય સંમેલનમાં જમીન રેકોર્ડનું આધુનિકીકરણ, નવી ટેક્નોલોજીનો ઉપયોગ અને નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તજજ્ઞો દ્વારા અધિકારી-કર્મચારીઓને વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત નવી મહેસૂલી કચેરીઓ-રહેઠાણોનું ઉદ્ઘાટન, નવી યોજનાઓનું પ્રદર્શન, રેવન્યુ ડાયરીનું વિમોચન, સેન્ટર ઓફ એક્સેલન્સ માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર તેમજ વિચરતી જાતિઓના પરિવારોને સ્વામિત્વ કાર્ડ, સુરક્ષા કિટ અને રહેણાંક પ્લોટની સનદનું પણ વિતરણ કરાશે. આ ઉપરાંત આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ કામગીરી, આધુનિક જમીન વહીવટ માટે માનવ સંસાધન આયોજન જેવા વિવિધ વિષયો પર પેનલ ડિસ્કશન કરાશે.
Site Admin | ઓક્ટોબર 3, 2025 10:17 એ એમ (AM)
ગાંધીનગરમાં જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પર આજથી બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાશે
