ગાંધીનગરમાં ખોરજ વિસ્તારમાં સ્પેસ પાર્કનું નિર્માણ કરાશે. આજે ગાંધીનગરમાં અવકાશ કાર્યક્રમો માટે પ્રાદેશિક પરિષદ દરમિયાન વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે આ મુજબ જણાવ્યુ હતું. સુશ્રી ખંધારે કહ્યું. સૌરાષ્ટ્રનો દરિયાકિનારો રોકેટ પ્રક્ષેપણ માટે સાનુકૂળ વિસ્તાર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પરિસદનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં અવકાશ આધારિત ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ અંગે સામૂહિક મંથન કરાયું. આ બેઠકમાં ગુજરાત દીવ, દમણ, દાદરા નગર હવેલીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા.