ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ કર્યું

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઇને બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયું ઉજવાઇ રહ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.
ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં સચિવાલયના 2 હજારથી વધુ કર્મચારીઓએ વૃક્ષ વાવ્યા હતા.. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરાએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વૃક્ષારોપણની કરવામાં આવેલી અપીલને રાજ્યમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ડાંગના સુન્દા ખાતે યોજાયેલા ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમ અંતર્ગત એક હજાર જેટલા વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું. સુન્દા ઉપરાંત વઘઇ તાલુકાના ભેંસકાતરી અને સુબીર તાલુકાના લવચાલી ગામમાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.