ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા તેમના પિંજરામાં હીટર મુકવામાં આવ્યા છે.
ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, ગાંધીનગરમાં ઠંડીનો પારો 15 ડિગ્રી સેલ્સિયસથી ઓછો થયો છે. આવી સ્થિતિમાં શિયાળા દરમિયાન પ્રાણીઓ માટે ઈન્દ્રોડા પાર્કમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત થર્મલ બલ્બ અને વિશેષ આશ્રયસ્થાનોની સ્થાપના કરવામાં આવી છે. પ્રાણીઓનો ખોરાક પણ વધારવામાં આવ્યો છે.
Site Admin | નવેમ્બર 29, 2024 8:50 એ એમ (AM)
ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા તેમના પિંજરામાં હીટર મુકવામાં આવ્યા છે
