જાન્યુઆરી 16, 2026 3:11 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં આવતીકાલે મહિલા રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે.

ગાંધીનગરમાં આવતીકાલે મહિલા રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે. ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજ, સેક્ટર-૨૩, ખાતે યોજાનાર આ મેળામાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી કરાશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના ધોરણ ૮, ૧૦, ૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ., કોઈ પણ સ્નાતક કક્ષાનાં લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત મહિલા ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક મહિલા ઉમેદવારો અનુબંધમ પોર્ટલ ઉપર નોંધણી કરી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.