આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાને અટકાવવા આજે બેઠક યોજાઈ. ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં શ્રી પાનશેરિયાએ ડૅન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા રોગના નિયંત્રણ માટે દરેક જાહેર આરોગ્ય કેન્દ્ર – PHC, સામૂદાયિક આરોગ્ય કેન્દ્ર – CHC અને તમામ સરકારી હૉસ્પિટલમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું.
શ્રી પાનશેરિયાએ કોઈ પણ ઝેરી જીવ કરડે તો અંધશ્રદ્ધાનો સહારો ન લેવા અને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર તથા સરકારી હૉસ્પિટલનો સંપર્ક કરવા લોકોને અપીલ કરી છે.
Site Admin | નવેમ્બર 2, 2025 6:50 પી એમ(PM)
આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, રોગચાળાને અટકાવવા આરોગ્ય કેન્દ્રો અને સરકારી હૉસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ