ગાંધીનગરમાં આજે સવારે મંત્રીમંડળની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં અમદાવાદમાં દબાણ હટાવવાની ચાલી રહેલી કામગીરીની માહિતી રજૂ કરાશે. ઉપરાંત ઘૂસણખોર બાંગ્લાદેશી નાગરિકોને ઓળખવાની અને તેમને પકડવા ચાલી રહેલા કામગીરીની તેમજ આવતીકાલે પંચમહાલના ગોધરા ખાતે ઉજવવામાં આવનારા રાજ્યના સ્થાપના દિવસના આયોજન અંગેની પણ સમીક્ષા કરાશે.આ ઉપરાંત ટેકાના ભાવે ચાલી રહેલી ચણા અને રાયડાની ખરીદી મુદ્દે તેમજ રાજ્યમાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ન સર્જાય તે અંગે ચર્ચા કરાશે.
Site Admin | એપ્રિલ 30, 2025 10:27 એ એમ (AM)
ગાંધીનગરમાં આજે સવારે મંત્રીમંડળની બેઠકનું આયોજન યોજાશે
