ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યભરમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી અને રાહત સહાય, ખાતરની અછત, રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ અને નીતિગત વિષય તથા એકતા યાત્રાના કાર્યક્રમ અંગે સમીક્ષા કરવામાં આવી. ઉપરાંત રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર, અમદાવાદમાં સંભવિત રાષ્ટ્રમંડળ રમતની જાહેરાત અંગે ઔપચારિક ચર્ચા કરવામાં આવી.
Site Admin | નવેમ્બર 25, 2025 2:34 પી એમ(PM)
ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.