ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિકાસ સપ્તાહ, બનાસકાંઠામાં ખેડૂતોને થયેલા નુકસાનની મોજણી અંગે ચર્ચા કરવામાં આવી. સાથે જ બેઠકમાં ખેડા જિલ્લામાં જાહેર કરાયેલા નવા તાલુકા ફાગવેલનું મુખ્યમથક ફાગવેલ જ રાખવાની મંજૂરી અપાઈ છે. અગાઉ ફાગવેલનું મુખ્યમથક કાપડીવાવ જાહેર કરાયું હતું. અન્ય તાલુકામાં ગામડાઓમાં પણ ફેરફારને મંત્રીમંડળે મંજૂરી આપી છે.
Site Admin | ઓક્ટોબર 7, 2025 4:11 પી એમ(PM)
ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ