ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મેહતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તાર, ઉત્તર ગુજરાતમાં વરસાદ બાદ નુકસાન અંગે, તહેવારના સમયે સુરક્ષા સહિતની બાબત, તહેવારોમાં પૂરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણ તેમજ રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ તથા નીતિગત વિષય અંગે સમીક્ષા થઈ. સાથે જ સરકારના વિવિધ વિભાગ માટે સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 3:05 પી એમ(PM)
ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ.
