ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ, રાજ્યમાં ખરીફ વાવેતરને લઈ ઉપલબ્ધ ખાતરના જથ્થા તથા વાવેતર, રાજ્યમાં ભારે વરસાદની આગાહી પર તંત્રની તૈયારીઓ, રાજ્ય સરકારના આગામી આયોજન અને નીતિગત વિષય અંગે સમીક્ષા કરવામાં આવી. ઉપરાંત ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસું સત્રમાં આવનારા ખરડા અંગે બેઠકમાં ચર્ચા થઈ.
Site Admin | ઓગસ્ટ 20, 2025 3:08 પી એમ(PM)
ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.