એપ્રિલ 23, 2025 3:24 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ફસાયેલા ગુજરાતીઓ અંગે, સરકારના અન્ય કેટલાક નીતિવિષયક નિર્ણયો, જંત્રીના નવા દર ક્યારથી અને કઈ રીતે લાગુ કરાશે, ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત બેઠકમાં ઉનાળા દરમિયાન રાજ્યમાં પાણીની સ્થિતિ અને ટેકાના ભાવે થતી પાકની ખરીદીની સમીક્ષા કરવામાં આવી હતી.