પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના વારાણસીથી પીએમ કિસાન સન્માન નિધિ – PM કિસાન યોજનાનો 20-મો હપ્તો જાહેર કર્યો. દરમિયાન દેશના નવ કરોડ 70 લાખથી વધુ ખેડૂતોને 20 હજાર 500થી વધુ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું, ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવા તેમની આવક વધારવા, ખેતી પર થતા ખર્ચને ઘટાડવા સરકાર સંપૂર્ણ શક્તિ સાથે કામ કરી રહી છે.
દરમિયાન ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો. આ પ્રસંગે શ્રી પટેલના હસ્તે પીએમ કિસાન યોજના હેઠળ રાજ્યના 52 લાખ 16 હજારથી વધુ ખેડૂત પરિવારને એક હજાર 118 કરોડ રૂપિયાથી વધુના 20મા હપ્તા સ્વરૂપે ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર- DBT મારફતે સહાયનું વિતરણ કરાયું.
રાજકોટથી વર્ચ્યૂઅલ માધ્યમથી ઉપસ્થિત કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, ખેડૂતોને સહાયરૂપ થવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 2, 2025 2:47 પી એમ(PM)
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો