ગાંધીનગરમાં આજે મળેલી તકેદારી અને મોનિટરિંગ સમિતિની બેઠકમાં દલિત અને આદિવાસી સમાજને પડી રહેલી મુશ્કેલીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમણલાલ વોરાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં રાજ્યનાં મહાનગરોમાં સમરસ છાત્રાલય બનાવવાની અને એટ્રોસિટીનાં કેસોને પ્રાથમિકતા આપવાની રજૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં એટ્રોસિટી એક્ટના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે, તેમણે અસ્પૃશ્યતા નાબૂદી માટેનું અભિયાન ચાલુ કરવા રજૂઆત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે, રાજ્યમાં ગેરકાયદેસર જમીન પર માથા ભારે વ્યક્તિઓનો કબજો છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, તેમણે રાજ્યમાં દલિતો પર થતા અત્યાચાર સામે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભૂ માફિયા સામે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી થવી જોઈએ.
બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા.
Site Admin | માર્ચ 22, 2025 3:14 પી એમ(PM)
ગાંધીનગરમાં આજે મળેલી બેઠકમાં દલિત અને આદિવાસી સમાજને પડી રહેલી મુશ્કેલીઓની સમીક્ષા કરાઈ
