ગાંધીનગરમાં આજે આ વર્ષની પહેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં થયેલા સમજૂતી કરારના ઝડપી અમલીકરણ, ફેબ્રુઆરીમાં યોજાનારી અંદાજપત્ર સત્રની તારીખ અને તેની તૈયારીઓ, રાજ્ય સરકારની અન્ય નીતિવિષયક બાબત અંગે ચર્ચા કરવામાં આવી.
તેમજ અંદાજપત્રની નવી બાબત અને વર્તમાન અંદાજપત્રની નાણાકીય સ્થિતિ તથા કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા રાજ્ય સરકારની મહત્વની પરિયોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
Site Admin | જાન્યુઆરી 16, 2026 3:19 પી એમ(PM)
ગાંધીનગરમાં આજે આ વર્ષની પહેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ.