ડિસેમ્બર 9, 2025 7:06 પી એમ(PM)

printer

ગાંધીનગરની NFSUને ડિજિટલ ફોરેન્સિક્સમાં ઉત્કૃષ્ટતા માટે સતત ત્રીજા વર્ષે “DSCI શ્રેષ્ઠતા પુરસ્કાર” એનાયત

ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય-NFSUને ડિજિટલ ફોરેન્સિક્સમાં ઉત્કૃષ્ટતા માટે સતત ત્રીજા વર્ષે “DSCI શ્રેષ્ઠતા પુરસ્કાર” એનાયત કરાયો છે.
NFSU પરિસરમાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સને DSCI વાર્ષિક માહિતી સુરક્ષા સમિટ 2025માં પ્રતિષ્ઠિત “સરકારી સંસ્થાઓ દ્વારા અગ્રણી ડિજિટલ ફોરેન્સિક્સ ક્ષમતાઓ માટેનો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ પુરસ્કારને સાયબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક્સમાં ભારતની સર્વોચ્ચ માન્યતા માનવામાં આવે છે.